ટ્રમ્પે વિદેશી કાર, વ્હિકલ પર 25% ટેરિફ લાદી

ટ્રમ્પે વિદેશી કાર, વ્હિકલ પર 25% ટેરિફ લાદી

ટ્રમ્પે વિદેશી કાર, વ્હિકલ પર 25% ટેરિફ લાદી

Blog Article

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઓટો આયાત પર 25 ટકાની જંગી ટેરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફનો અમલ બીજી એપ્રિલથી થશે. તેનાથી વિદેશી કાર અને લાઇટ ટ્રકને સૌથી વધુ અસર થશે. 2 એપ્રિલથી ટેરિફ લાદતા દેશો સામે વળતી ટેરિફ લાદવાની ટ્રમ્પની યોજના પહેલા તેમણે ઓટો ક્ષેત્રને નિશાન બનાવ્યું છે.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “અમે અમેરિકામાં ન બનેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ લાદીશું. જો કારનું ઉત્પાદન અમેરિકામાં થયું હશે તો બિલકુલ ટેરિફ લાગશે નહીં.

જાન્યુઆરીમાં પ્રેસિડન્ટ બન્યા પછી, ટ્રમ્પે અમેરિકાના વેપાર ભાગીદારો કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાત પર ટેરિફ લાદી છે. ઉપરાંત યુરોપથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી પણ લાદી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે સરકારી આવક વધારવા, અમેરિકન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ટેરિફ લાદી રહ્યાં છે, પરંતુ પરંતુ આયાતી કારોને લક્ષ્ય બનાવવાથી જાપાન, દક્ષિણ કોરિયા, કેનેડા, મેક્સિકો અને જર્મની જેવા દેશો સાથેના સંબંધોમાં કથળી શકે છે. આ તમામ દેશો અમેરિકાના ભાગીદારો છે.

અમેરિકામાં વેચાતી 50 ટકા કાર દેશમાં જ બનાવવામાં આવે છે. બાકીની 50 ટકા કાર મેક્સિકો અને કેનેડાથી આવે છે, જેમાં જાપાન, દક્ષિણ કોરિયા અને જર્મની પણ મુખ્ય સપ્લાયર્સ છે.

Report this page